Blogger Widgets

Thursday, December 13, 2012

તારા હોવાપણા નો અહેસાસ


કડકડતી ઠંડી માં હુંફાળો વાસ
બળબળતી બપોરે ઠંડક ની પ્યાસ
ધોધમાર વરસાદે રક્ષાત્મક આશ
સાથે  રહે છે બારેમાસ
તારા હોવાપણા નો અહેસાસ
જીવનસફર નો એકલ પ્રવાસ
કઠીન ઘડી નો અંતિમ પ્રયાસ
ગાઢ અંધકાર માં આછેરો ઉજાસ
હોય છે સદાય મારી આસપાસ
તારા હોવાપણા નો અહેસાસ
અંતર નો કેમ કાઢવો ક્યાસ
તું  છે દુર ને તુ  છે ચોપાસ
છે તું કોઈ પછી સત્ય કે આભાસ
હોશ મુક્યો છે તુજ માં અખુટ વિશ્વાસ
સમર્પિત છે તને મારા હરેક શ્વાસ
તારા હોવાપણા નો અહેસાસ
-શ્રેયસ ત્રિવેદી

No comments:

Post a Comment

thank you