Blogger Widgets

Thursday, December 13, 2012

હું જોતો રહ્યો


પ્રેમ કેરા બાગમાં ગુલાબની જેમ
ખીલવતો રહ્યો,
તોડી ગયો કોઇ બીજો ને
હું જોતો રહ્યો,
પ્રેમ કેરા  બાગમાં ભમરો
બની ભટકતો રહ્યો.
મધપૂડામાં મધમાખીની જેમ
મધ ભરતો રહ્યો,
ચાખી ગયો કોઇ બીજો ને હું જોતો રહ્યો,
ખાલી પડેલા મધપૂડા પાસે મધમાખીની જેમ ભટકતો રહ્યો.
દિલ કેરા દરિયામાં મોતીની જેમ
સાચવતો રહ્યો,
ચોરી ગયો કોઇ બીજો ને હું જોતો રહ્યો,
દિલ કેરા  દરિયામાં મરજીવો બની ભટકતો રહ્યો.
પ્રીત કેરી રીતમાં પ્રેમી બની
પાંગરતો રહ્યો,
તેડી ગયો કોઇ બીજો ને હું
રોતો રહી ગયો,
તૂટેલી  પ્રીતની યાદમાં દિલીપ
પાગલ બની ભટકતો રહ્યો.
-દિલીપ બારિયા

No comments:

Post a Comment

thank you