Blogger Widgets

Friday, December 14, 2012

મળ્યું…


સાવ અંગત એક સરનામું મળ્યું,
આજ વર્ષો બાદ  પાનું મળ્યું.
મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.
સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.
જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન  રીતે મને છાનું મળ્યું.
એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે  મયખાનું મળ્યું.
- હરિશ્ચન્દ્ર જોશી

No comments:

Post a Comment

thank you