Blogger Widgets

Wednesday, December 12, 2012

દિલ ચાહે છે…


સૌથી વઘું ખુશનસીબ  આંસુ છે….
જેને તમારી આંખમાં જગા મળી ગઇ,
આવી  જગા તમારા દિલ મહી,
દિલ ચાહે છે….
તમારા દુઃખ-દર્દ ખુદા પાસેથી છીનવી,
એને પોતાના કરવા દિલ ચાહે છે.
મંજીલ તો તમે છો મારી વર્ષોથી,
તે મંજીલને રસ્તામાં  મળવા,
દિલ ચાહે છે….
જગ આખા ને ખબર છે
પ્રણય છે આપણી વચ્ચે,
તમને પણ એજ કહી દેવાને દિલ ચાહે છે.
ક્યાંક દૂર  થાઓ તમે મારાથી,
ડરૂ છું, છતાય કહી દેવાને દિલ ચાહે છે.
જાણું છું  બઘું સ્વપ્ન છે છતાય,
હકિકત નકારવાને દિલ ચાહે છે.
તમે  મળો તો અઘુરી છે જીંદગી મારી,
તમારી વાટ સાતે જન્મે જોવાને,
દિલ ચાહે છે….
ક્યાં છો આજે તમે શોધે છે નયન મારા,
 આંખો ને તમારા ચહેરાની શીતળતા, દિલ ચાહે છે….
તમે નથી આજે  દુનિયા મહી,
તમારી હાજરી નો અનુભવ છતાય,
નાદાન ક્રિષ્નાનું દિલ ચાહે છે.
-‘ક્રિષ્ના કિશન દશાના

No comments:

Post a Comment

thank you