Blogger Widgets

Thursday, December 13, 2012

પહેલી નજરનો પ્રેમ


બે-ચાર વાત થઇ અને એક-બે મુલાકાત થઇ
અમે વિચારતા રહ્યા અને શ્વાસો કોઇની સૌગાત થઇ
નિરાશાની ગર્તામાં ડૂબેલું હતું મન મારુ આયખાથી
જ્યારથી તું જીવનમાં આવી, મૃત આશાઓ હયાત થઇ
તારા  સ્વપ્નનાં સાગરમાં છબછબીયાં કરે છે જિંદગી
નથી ખબર ક્યારે દિવસ અને ક્યારે રાત થઇ
બચપણથી  હકૂમત ચલાવતો આવ્યો દિલ પર
ફક્ત એક મીઠી નજર અને મારી સત્તા મહાત થઇ
- વિશાલ મોણપરા

No comments:

Post a Comment

thank you