Blogger Widgets

Wednesday, December 12, 2012

અત્યાર સુધી


શ્વાસનું પણ મને હવે વજન લાગે છે,
શી ખબર કઇ રીતે જીવ્યો અત્યાર સુધી!
સતત છળકપટની જાળમાં ફસાયો હું,
કોણ જાણે, છતાંય, ફાવ્યો અત્યાર સુધી!
એવો તો ચુસ્ત મેં અંધકાર પૂરી રાખ્યો,
 સૂરજ બની તડકો લાવ્યો અત્યાર સુધી!
ચેપ ફેલાવતી હવાને દૂર ખસેડી નાખવા,
કેવા-કેવા રોગોને વસાવ્યા અત્યાર સુધી!
બનાવટી મહોરું પહેરી શૉ-કેસમાં ગોઠવાયો,
 દર્શક બની પ્રત્યક્ષ આવ્યો અત્યાર સુધી!
-ડૉ.પંકિત ગૌરાંગ

No comments:

Post a Comment

thank you