Blogger Widgets

Saturday, December 15, 2012

ગઝલ



સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું
ભાષા ઓળખે શબ્દનો પ્રકાર છું
ચટ્ટાન તોડી માર્ગ કાઢશે જરૂર
ધીમા છતાં સતત હું બિંદુનો પ્રહાર છું.
જૂનો થશે પરંતુ ફાટશે નહીં કદી
પહેરી શકો નહીં તમે હું લિબાસ છું.
શોધ્યા કરું છું કોઈ પોષનારને અહીં
આવીને ઓસરી જતો નવો વિચાર છું.
કુમકુમ અક્ષતે બધા વધાવજો હવે
જે ભાગ્ય ફેરવી શકે હું સવાર છું.
તકરાર કોઈ સાથ ક્યાં રહી હવે કહો
મારી અપૂર્ણતા તણો પૂરો સ્વીકાર છું.
બદલી ચૂકી છું વસ્ત્ર દેહરૂપ કેટલાં
ને તોય શાશ્વતી તણો નર્યો પ્રચાર છું.
મારામાં આથમી અને ઊગી શકે બધું
હું પૂર્ણ છું છતાંય પૂર્ણનો વિકાસ છું.
મધુમતી મહેતા

No comments:

Post a Comment

thank you