Blogger Widgets

Thursday, December 13, 2012

ખટમીઠો પ્રશ્ન


આખરે ઉજાગરાનો અંત આવ્યો.
પરીક્ષા પૂરી થઈ ગઈ.
વિદ્યાર્થી હવે
દફતરની ચીજો ગણે છે.
સંભારી સંભારી મેળવે છે,
સંભાળી સંભાળી ગોઠવે છે.
નોટો, ચોપડીઓ, ગાઈડ, અપેક્ષિત
બધું બરાબર છે.
ક્યાંય કશુંય ખોવાયું નથી
પણ
અચાનક કંઈક યાદ આવતાં
 અભ્યાસખંડની મધ્યે
ઊભો રહી જાય છે
આંખમાંથી હરખ હરખ થાય છે
ખટમીઠો પ્રશ્ન :
મારી કાપલીઓ ક્યાં ?
 નટવર પટેલ

No comments:

Post a Comment

thank you