Blogger Widgets

Saturday, March 23, 2013

ગજવે ઘાલી


નવસો નવ્વાણું શહેજાદી ગજવે ઘાલી,
પ્રેમ કર્યાની પળ એકાદી ગજવે ઘાલી.
આકાશી ઈચ્છા સંધાવી ઉભો છું ત્યાં,
ફાટેલા વસ્ત્રોની યાદી ગજવે ઘાલી.
દુનિયા આખી ગુજરાતી ગુજરાતી થઇ ગઈ,
ઇચ્છાઓ જ્યાં અમદાવાદી ગજવે ઘાલી.
હોવાની નદીઓ આજે બે કાંઠે છે.
મોસમ આંસુની વરસાદી ગજવે ઘાલી.
ગાલિબનું આકાશ મળ્યું છે ઉડવા માટે,
કોરા કાગળની આઝાદી ગજવે ઘાલી.
હરદ્વાર ગોસ્વામી.

No comments:

Post a Comment

thank you