Blogger Widgets

Saturday, March 23, 2013

આવજે


રાહ જોતા આંગણા છે, આવજે,

સાવ ખુલ્લા બારણા છે, આવજે.
શૂન્યતા,આંસુ,હ્રદય ને શાયરી,
ધાર તો કારણ ઘણા હે, આવજે.
ઘેર મારે તને લઇ આવશે,
માર્ગ સઘળા આપણાછે, આવજે.
એમને હૂંફ તારી જોઇએ,
ધ્રુજતા સૌ તાપણા છે, આવજે.
આંખ ઊભડ્ક,હોઠ હફ્ડક્,મૌન મન,
શ્વાસ પણ લ્યો,સો ગણા છે, આવજે.
હરદ્વાર ગોસ્વામી.

No comments:

Post a Comment

thank you