Blogger Widgets

Saturday, March 23, 2013

એક છોકરી અમથું હસી


એક છોકરી અમથું હસી ને ફૂલની નાત થઈ ભેગી !
રડે રાતરાણી, હસે તો હજારી હજાર ગલ,
મ્હેકમ્હેક મન, મોગરા માફક જોઉં મુખનું તલ !
એક છોકરી અમથું હસી ને મ્હેકની જાત થઈ ભેગી !
એક છોકરી અમથું હસી ને ફુલનીવાત થઈ ભેગી !
સૂરજમુખી સળગી ગયું ને માંડ્યો દાવો,
ગામગામનાં વનોએ કહ્યું કોર્ટે આવો !
એક છોકરી અમથું હસી ને બાગની વાત થઈ કેવી !
એક છોકરી અમથું હસી ને મ્હેકની જાત થઈ ભેગી !
- હરદ્વાર ગોસ્વામી.

No comments:

Post a Comment

thank you