તીર ને તલવાર જેવો વાગતો વરસાદ છે,
આ વખત તો ખુબ અઘરો લાગતો વરસાદ છે.
સ્હેજ ગોરંભાય સપનું, ત્યાંજ તો તૂટી પડે,
આંખનો આઠે પ્રહર બસ, જાગતો વરસાદ છે.
આંખનો આઠે પ્રહર બસ, જાગતો વરસાદ છે.
જો વરસવાનું ક્હો, વૈશાખ થઇ ઉભો રહે,
ને તરસને નામે સમંદર માગતો વરસાદ છે.
ને તરસને નામે સમંદર માગતો વરસાદ છે.
કોઈ ચાતકનું હૃદય નક્કી દુભાયું છે અહી,
આપણા વિસ્તારમાંથી ભાગતો વરસાદ છે.
આપણા વિસ્તારમાંથી ભાગતો વરસાદ છે.
આભ પાણી, આંખ પાણી, પાણી પાણી સૃષ્ટિ છે,
માણસોના છેક તળિયા તાગતો વરસાદ છે.
માણસોના છેક તળિયા તાગતો વરસાદ છે.
હરદ્વાર ગોસ્વામી.
No comments:
Post a Comment