મૂળસોતો
મને
ઉખાડ્યો
છે,
ને
પછી
આભમાં
ઉડાડ્યો
છે;
શ્વાસ
ફાગણ
બનીને મહેકાતો,
રંગ કેવો તમે લગાડ્યો છે !
રંગ કેવો તમે લગાડ્યો છે !
તે પછી ઊંઘ ના
કદી
આવી,
સ્વપ્નમાં જ્યારથી જગાડ્યો છે;
સ્વપ્નમાં જ્યારથી જગાડ્યો છે;
આવી
ઊંચાઇ
ના કદી આવે,
પ્રેમમાં કોઇએ પછાડ્યો છે;
પ્રેમમાં કોઇએ પછાડ્યો છે;
કૃષ્ણ
ભૂલી
ગયા
વિદુરભાજી,
કાવ્યનો શબ્દ જ્યાં ચખાડ્યો છે;
કાવ્યનો શબ્દ જ્યાં ચખાડ્યો છે;
પૂજશે
સૌ
ચરણકમળ,
એથી,
પંગુને પર્વતેવ પુગાડ્યો છે;
પંગુને પર્વતેવ પુગાડ્યો છે;
સાત સમદર તરી ગયા પળમાં,
જાતમાં મેં મને ડુબાડ્યો છે.
જાતમાં મેં મને ડુબાડ્યો છે.
- હરદ્વાર ગોસ્વામી
No comments:
Post a Comment