Blogger Widgets

Saturday, March 23, 2013

કોઈને કહેતા નૈ


વાત છે સાવ અંગત, કોઈને કેતા નહી.
લ્યો, પડી છે આપની લત કોઈને કેતા નહી.
આયના હારી ગયા છે એકસો ને આઠ વાર,
સાદગીનું એટલું સત, કોઈને કેતા નહી.
આપની બસ યાદમાં ટીપુંયે લોહી ક્યા બચ્યું?
આજ શાહીથી લખ્યો ખત, કોઈને કેતા નહી.
શ્વાસથી નખશીખ નવડાવી પ્રથમ ને પછી,
આંખથી એંઠીકરે, ધત્ત, કોઈને કેતા નહી.
આપની આંખે  રહેવાનું થયું છે આજકાલ,
જોઈ લીધી મેં જન્નત,કોઈને કહેતા નહી.
હરદ્વાર ગોસ્વામી

No comments:

Post a Comment

thank you