Blogger Widgets

Saturday, March 23, 2013

આંસુઓની થોકડી


સ્વપ્નની કિંમત ચુકાવી રોકડી,
લ્યો, ગણી લ્યો, આંસુઓની થોકડી.
કેમ કરતો પ્રેમ અમને આટલો?
આજ બરબાદીમાથી મળતી કડી.
કેટલા વસ્ત્રો અધૂરા રહી ગયા,
ગુંચવી નાખી છે કોણે કોકડી! ?
પ્રશંશાને ફૂંકીને પીએ,
એટલી ઉડાડ નાં તું ઠેકડી.
હોય ઈશ્વર,તો તને વંદન કરી,
દોસ્ત,તારા નામ ઉપર ચોકડી.
હરદ્વાર ગોસ્વામી.

No comments:

Post a Comment

thank you