Blogger Widgets

Saturday, March 23, 2013

એપ્રિલફૂલ છે.


આપણા માટે બધા ઇનામ એપ્રિલફૂલ છે,

જીન્દગી નુ જાણે બિજુ નામ એપ્રિલફૂલ છે.
સૌને છેતરવાની વૃત્તિ માણસોના મુળ માં
સાવ ખોટેખોટું બસ, બદનામ એપ્રિલફૂલ છે.
જેટલા એમા વસે છે બધાએ મુર્ખ છે,
દોસ્ત, આખું ઝંખનાનું ગામ એપ્રિલફૂલ છે.
ઘોરઘન અંધાર ને સુરજની લાલચ આપશે,
સમય નું માત્ર એક કામ એપ્રિલફૂલ છે,
એક સાંધુ ત્યાંજ ટુટે તેરસોહરદ્વારના,
એને માટૅ વર્ષ આખું આમ એપ્રિલફૂલ છે,
હરદ્વાર ગોસ્વામી.

No comments:

Post a Comment

thank you