Blogger Widgets

Saturday, March 23, 2013

અટવાયો છું


આતે કેવા સંબંધોમાં અટવાયો છું?
ઉભો છે તું શિખર થઈને, હું પાયો છું.
સૌની ઝાળાં બાઝેલી જીભેથી છટકી,
સાવજના કંઠે આવી રૂંધાયો છું.
ડાળી પરથી  તોડી ફેંક્યો, એને કહી દ્યો .
મૂળ હવામાં નાખીને હું ફેલાયો છું.
સારું થાજો સૂરજનું કે પાટો બાંધ્યો,
પરપોટાના સ્પર્શે નખશિખ છોલાયો છું.
અંધારું છે એથી નાં દેખાઉં, પરંતુ,
દુર કરીશ તું ક્યાંથી? તારો પડછાયો છું.
હરદ્વાર ગોસ્વામી

No comments:

Post a Comment

thank you