Blogger Widgets

Saturday, March 23, 2013

ખાલીપણામાં !


કોઇના      હોવા      વિશેની     ધારણામાં
આંખ   અટવાઇ   ગઇ    છે    બારણામાં !
આંખ   મારી   શોધી  લે  છે ક્યાંયથી પણ
પ્રેમ   છે   મારા   તરફનો    હર   કણામાં !
દોસ્ત નખશિખ લઇ નજાકત નભ વરસશે
હોય    હોવું      મોરનું      જો    આપણામાં.
લ્હેરખી   આવી   પવનની   સ્હેજ   ત્યાં તો
એક   તણખાનું     રૂપાન્તર    તાપણામાં !
કવિ, કલમ, કરતાલ, કાગળ, કાવ્ય કરમાં
અન્ય  તો   શું   હોય      ખાલીપણામાં !
- હરદ્વાર ગોસ્વામી

No comments:

Post a Comment

thank you