એને વિસ્તારવા જગા ટૂંકી પડી,
એક દરિયાથી નદી છૂટી પડી.
જ્યારથી માણસ થયો છે ચાલતો,
ત્યારથી આ કેડીઓ લૂલી પડી.
ત્યારથી આ કેડીઓ લૂલી પડી.
ચાંદ, સુરજ, તારલા દોડી ગયા,
એક વ્યક્તિ એમ કઈ ભૂલી પડી.
એક વ્યક્તિ એમ કઈ ભૂલી પડી.
ઓશીકું આકાશનું હું પણ કરત,
આભની કિંમત જરા ઉચી પડી.
આભની કિંમત જરા ઉચી પડી.
આજ દરિયો ડૂબવાનો છે જરૂર,
આજ દીવાદાંડી પણ તૂટી પડી.
આજ દીવાદાંડી પણ તૂટી પડી.
હરદ્વાર ગોસ્વામી.
No comments:
Post a Comment