સાંજ પડે ને જીવતર જાણે જીત્યા જેવું લાગે
તરસી તરસી ક્ષણની વચ્ચે સ્મરણ સરોવર જાગે
વોકિંગ - ટોકિંગ બહાનું છે બસ વર્તમાનથી છૂટવાનું
ગયા દિવસો ગૂંથવાના, હવે તો માત્ર તૂટવાનું
ગયા દિવસો ગૂંથવાના, હવે તો માત્ર તૂટવાનું
બાંકડા સાથે બાથો ભરતા સમય વિતાવે રાખો
દેખાતું ના સુખ હવે તો ઝાંખી ઝાંખી આંખો
દેખાતું ના સુખ હવે તો ઝાંખી ઝાંખી આંખો
આહ બધીએ વાહ બને છે મિત્ર મળે છે ત્યારે
ફૂલો માફક રોજ ખિલીશું, વૃક્ષોના સથવારે
ફૂલો માફક રોજ ખિલીશું, વૃક્ષોના સથવારે
ઈન મીન ને તીન કરો તો જીવન તાજું માજું
ટહુકાઓ બે ચાર મળે તો વગર વાદળે ગાજું
ટહુકાઓ બે ચાર મળે તો વગર વાદળે ગાજું
રોજ બગીચે બેસી રેવાનું છે કારણ એક જ
સૌને મઘમઘ કરતા કરતા ખરી જવાનું એમ જ
સૌને મઘમઘ કરતા કરતા ખરી જવાનું એમ જ
- હરદ્વાર ગોસ્વામી
No comments:
Post a Comment