ઠેસ મારી વિચાર ચાલે છે,
હિચકો ના લગાર ચાલે છે.
દોસ્ત, સંવાદ ક્યાંક અટક્યો છે,સ્ટેજ પરઅંધકાર ચાલે છે.
જેટલા ડાળ પર ફૂલો ખીલ્યા,એટલા ડગ સવાર ચાલે છે.
તું જ સગવડ કરાવ સપનાની,ઊંઘવાનું ઉધાર ચાલે છે.
આંખ સામે જ આપ છો, તો યે
આપનો ઇન્તઝાર ચાલે છે.
આપનો ઇન્તઝાર ચાલે છે.
કોઈની સાથ ના બને હમણા,કોઈની સાથ પ્યાર ચાલે છે. ----હરદ્વાર ગોસ્વામી.
No comments:
Post a Comment