પ્રેમ પ્રકરણ આહ્લાદક વાચ માં,
એનું સરવૈયું છે દાહક વાચ માં.
માણસો રે’વા ગયા છે આભમાં,
કોઈપણ વાદળને ચાતક વાચ માં.
કોઈપણ વાદળને ચાતક વાચ માં.
હું ગઝલનો શે’ર છું, સાહેબજી,
તું મને અખબાર માફક વાચ માં.
તું મને અખબાર માફક વાચ માં.
જાત પણ મેં દઈ દીધી છે કોઈને,
પાયમાલી મારી યાચક, વાચ માં.
પાયમાલી મારી યાચક, વાચ માં.
વારતાનું સાવ કોરું પૃષ્ઠ છું,
પ્હોળી આંખે પ્રિય પાઠક, વાચ માં.
પ્હોળી આંખે પ્રિય પાઠક, વાચ માં.
હરદ્વાર ગોસ્વામી.
No comments:
Post a Comment