એક પડઘાનો પછી પડઘો પડે,
મૌનના ઘરનો સીધો રસ્તો પડે.
આયના એના વિષે ઝગડી પડ્યા,
કોઈના ચહેરા વશે પડદો પડે!
કોઈના ચહેરા વશે પડદો પડે!
છે લપસણી આજની એવી હવા,
પંખીને પણ ઉડતા ફડકો પડે!
પંખીને પણ ઉડતા ફડકો પડે!
એક લીલી લાગણીને પામવા
એક માણસ કેટલો ઘરડો પડે!
એક માણસ કેટલો ઘરડો પડે!
ભીતરે સળગાટ કઈ એવો હતો,
આંખમા આંસુ નહિ તણખો પડે!
-હરદ્વાર ગોસ્વામી.
આંખમા આંસુ નહિ તણખો પડે!
-હરદ્વાર ગોસ્વામી.
No comments:
Post a Comment