જીંદગી જીવવાની હિમ્મત કરીતી,
એ તારા સાથનો દમ હતો;
રઙતા આંસુય પઙવા ના દીઘુ,
તારી યાદો સાચવવી એ પ્રણ હતો;
ઈશ્વર ને ખબર છે દર્દ મારુ,
આ વરસાદમાય એજ ગમ હતો;
સ્વાભીમાન અને અહંમ વચ્ચેનો ભેદ ના જાણ્યો આપણે,
આ જ વાતનો હજીય મને રંજ હતો;
અંતર વઘી ગયુ કેમ વચ્ચે આપણી?
સમજ્યા નહી ખુંચ્યો તે કણ વ્હેમ હતોં;
યાદ રહ્યુ હોય જો તમને ,
તરન્નુમ માહોલ હતો,તારોને મારો સાથ હતો;
ગઝલ જો વાંચશો તો સમજાઈ જશે;
દરેક અક્ષરનો સહારો 'દક્ષેશ'નો પ્રેમ હતો.
No comments:
Post a Comment