Blogger Widgets

Wednesday, May 29, 2013

તણાય જવાશે,આંખોમાં તલાતુમ આવે, ખામોસ જહેનના તાર જોઇ.રોવાનુ આવે; ખુદની લાશને ઉચકી,ચાલતો જાઉ છું, છતાંય તું બેવફા કહે,તો રોવાનુ આવે; ઉલ્ફતની વાદળી વરસશે,આગાહી થાય, હવામાનખાતુ ખોટુ પડે,તો રોવાનુ આવે; મોહબ્બત-એ-સફરમાં અગર કોઇ ગામમાં, તને રોતી જોઇ,મને પણ રોવાનું આવે; મળવા આવુ બામ પરને,તુ રૂમમાં રહે, મોકો આવો પણ ના રહે,તો રોવાનું આવે; આંખોમાં આંસુય વેરાન થઇ ગ્યા છે મારે, હાથથી લુંછનાર હોય તો ભલે રોવાનું આવે; સાચી રાહે પણ,કોઇ મકામ ન મળે પછી,"દિપ"નશીબના નશીબ પર રોવાનું આવે. -દક્ષેશ પ્રજાપતિ "દિપ"

No comments:

Post a Comment

thank you