Blogger Widgets

Saturday, December 22, 2012

એ આશિકો…. રડતા તો હશે જ ને


મારા જેવા જ તૂટેલા ખ્વાબો ક્યાંક,
ફરતા તો હશે જ ને…..?
ખામોશ સંવેદનાને ભીના આંસુ,
ક્યાંક હસતા તો હશે જ ને…..!
ચાલો પૂછી લઇએ થોડા સવાલો એમને,
ઇત્તફાકથી પણ કોઇક ઉત્તરો
મળતા તો હશે જ ને…..?
મંઝીલ એક જ છે ને રસ્તાઓ કેમ જુદા છે?
અલગ ફંટાતા રસ્તા ક્યાંક મળતા
તો હશે જ ને…..!
મ્હોરૂ ઓઢીને શાથી હસાવે છે સૌને……?
જાહેરમાં હસતા ચેહરા કદીક રડતા
તો હશે જ ને…..!
ભલેને ડૂબી ગઇ નાવ કિનારે આવીને,
પણ, મઝધારે ય કોઇક
‘‘
દિવાના’’,
તરતા તો હશે જ ને…..!
ગ્રહણ તો ચાંદ અને સૂરજ ને
ય લાગે છે,ને તારલાઓ ય આસમાનેથી,ખરતા તો હશે જ ને…..!
છૂટી ગયો સંગાથ પણ શ્રઘ્ધા ક્યાં ખૂટી છે?સમા પાછળ પરવાના હંમેશ,જલતા તો રહેશે જ ને……!
ખૂદના જ આંસૂથી નાહકના ભિંજાઇયે છીએ,બાકી, સેંકડો ના સ્વપ્નો તૂટતા
તો હશે જ ને…..!
સમયે ચાલ બદલી,ને દિલ જેઓ તોડી બેઠા,તન્હાઇ ની ઓથે, એ ‘‘આશિકો’’ય રડતા તો હશે જ ને……!!!
-વિઠ્ઠલાણી પ્રવિણ સી



No comments:

Post a Comment

thank you