Blogger Widgets
Showing posts with label GUJRATI. Show all posts
Showing posts with label GUJRATI. Show all posts

Friday, May 17, 2013

ટીપામાં કૈક સાગર શોધું,


ટીપામાં કૈક સાગર શોધું,
 ફરેબમાં કૈક ઈમાન શોધું;
નૈણ જખ્મ કાજે ન પીએ,
મૈખાને એવો આશિક શોધું;
નામ તારું  લખ્યું ન હોય,
તેવા કાગળે રક્તકણ શોધું,
સુખના આંસુ તો જોયા ઘણા,
વેદનાના આંસુઓમાં સુખ શોધું;
વિશ્વાસ સમા નક્કર બંધનમાં,
પડી ક્યાં એ તિરાડ શોધું.
-દક્ષેશ પ્રજાપતિ  

Wednesday, May 8, 2013

અસ્તિત્વ નું શું?


ભક્તો તારી ઈબાદત છોડી દેશે,
તો ઈશ્વર તારા અસ્તિત્વ નું શું?
બધાય કામ જો યંત્રો કરવાના
તો માણસ તારા અસ્તિત્વનું શું ?
જાહેરાત પ્રેમની કરું હું ગલીયોમાં
તો શરમ તારા અસ્તિત્વનું શું ?
હરિયાળીના ભોગથી કાગળ તું હોય,
તો કલમ તારા અસ્તિત્વનું શું?
લાલ ચોળ થતું જગ આખું,
તો બાપુ તારા અસ્તિત્વનું શું ?
મંજિલ હવે વાત ભૂલી ગઈ ,
તો દક્ષેશ તારા અસ્તિત્વનું શું?

-દક્ષેશ પ્રજાપતિ

Wednesday, March 20, 2013

અમારી યાદમાં પણ એમને તો ફરિયાદો જ સંભળાય છે,

અમારી યાદમાં પણ એમને તો ફરિયાદો જ સંભળાય છે, 
રહ્યો ખામોશ હું બસ એટલે જ કે મારા શબ્દો અથડાય છે; 
ફરિયાદ એમણે એ કરી કે હું કદી કંઈ સમજ્યો નથી, 
કેમનું સમજાવવું કે આ દિલ, અન્યોથી ક્યાં હરખાય છે. 
જનક

Monday, March 18, 2013

નિરાધાર આંસુ નયનમાં મળે ના,

નિરાધાર આંસુ નયનમાં મળે ના,
તિરાડો અમસ્તી હૃદયમાં પડે ના. 
હશે કોઈ કારણ મજાનું નહીંતર 
ઉદાસી સરેઆમ ટોળે વળે ના. 
ગયો હાથમાંથી સરી તીર માફક,
 સમય કોઈ કાળેય પાછો ફરે ના. 
અરે, કોઈ રોકો હઠીલા સ્મરણને, 
જુઓ દર્દ પાછું ફરી સળવળે ના.
 હૃદય સાંભરે છે હજુ એજ પગરવ,
 નયન આગમનને ભલે સાંભળે ના. 
જુઓ સ્વપ્ન ‘ચાતક’ હવે બંધ આંખે
 રખે કોઈ આવીને એને છળે ના. 
  - દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

Wednesday, March 13, 2013

શરમાઈ ગઈ,


મને     જોતા જ  શરમાઈ  ગઈ, 

દુપટ્ટામાં એવી તો લપાઈ   ગઈ;
શીતળ        આ    વાયરી     ને,
ઝુલ્ફોની   ઘટા      લહેરાઈ ગઈ;
તરસ    તો  સી       હશે    એવી ,
પ્યાલી જ મદીરા ગટગટાઈ  ગઈ; 
જતા જતા થંભી ગયા ચરણ તેના ,
હશે   એને  કે  એ  છેતરાઈ  ગઈ ;
  શંકા  દુર થઇ   મારી    ત્યારે જ્યાં  ,
 રુક્સત વેળાએ આંખો ભીંજાઈ ગઈ;
  બુકાની  બાંધી  રાખો ચોક્કસ  બજારમાં ,
 જુવો જરા મોટરસાઈકલ અથડાઈ ગઈ;
મારે મિલકત  તો માત્ર પ્રેમ એક  તારો,
મારી    પ્રેમની     હવેલી    લુટાઈ ગઈ;
અંધારું     અચાનક    કેમ      થયું ,
તારાથી સુર્યની આંખો અંજાઈ ગઈ;
વાત વાત માં ના કે'વાની રીત,
આ  અદા   મને   મૂંજાઇ   ગઈ;
લોકોની કેટલીક પ્રથાઓ ના કારણે, 
'દક્ષેશ'  તારી લાગણી બીડાઈ  ગઈ.

Saturday, March 9, 2013

શુ કરુ.. હું

શુ કરુ.. હું, ક્યથી ઉકેલુ.. કેવો આ સંબધ છે ?
તું લખે છે બ્રેઇલ માં, અને હાથ મારો અંધ છે !!

જામવા જેવી જમાવટ થઈ શકી ના

જામવા જેવી જમાવટ થઈ શકી ના, 
તારી સાથે બનાવટ થઈ શકી ના. 
આમ ઈચ્છાઓ ઘણીયે થાય છે પણ, 
તારી ઈચ્છાની ઉપરવટ થઈ શકી ના. 
જ્યારથી તેં મર્મ સમજાવ્યો પ્રણયનો, 
કોઈનાથી દુશ્મનાવટ થઈ શકી ના. 
બિમ્બનાં ઓજસ સતત ઘટતાં રહે છે, 
તોય દર્પણની છણાવટ થઈ શકી ના. 
સુખ સરખેસરખું વ્હેંચી લીધું છે પણ, 
એક પીડાની પતાવટ થઈ શકી ના. 
                          - ભરત પટેલ

Thursday, February 21, 2013

જીંદગી જીવવાની હિમ્મત કરીતી, એ તારા સાથનો દમ હતો;


જીંદગી જીવવાની હિમ્મત કરીતી, 

એ તારા સાથનો દમ હતો; 

રઙતા આંસુય પઙવા ના દીઘુ,
તારી યાદો સાચવવી એ પ્રણ હતો; 

ઈશ્વર ને ખબર છે દર્દ મારુ,
આ વરસાદમાય એજ ગમ હતો;


સ્વાભીમાન અને અહંમ વચ્ચેનો ભેદ ના જાણ્યો આપણે, 
આ  જ  વાતનો  હજીય  મને  રંજ  હતો; 

અંતર  વઘી  ગયુ  કેમ  વચ્ચે  આપણી? 
સમજ્યા  નહી  ખુંચ્યો  તે  કણ  વ્હેમ  હતોં;

યાદ  રહ્યુ  હોય  જો  તમને ,

તરન્નુમ માહોલ હતો,તારોને મારો સાથ હતો;
ગઝલ જો વાંચશો તો સમજાઈ જશે;

દરેક અક્ષરનો સહારો 'દક્ષેશ'નો પ્રેમ હતો. 

Tuesday, February 19, 2013

હજાર વાત કરે

હજાર વાત કરે આંખ, હોઠ કંઇ ન કહે, આ એક પ્રકારની નિષ્ઠુરતા છે, લાજ નથી. - મરીઝ

આમ જો કહેવા હું બેસું તો

આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે; આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે. - ભગવતીકુમાર શર્મા

ખળખળા્ટ હસતી એ પરી લામ્બા ભુરા કેશ લહેરાવતી એ પરી

ખળખળા્ટ હસતી એ પરી લામ્બા ભુરા કેશ લહેરાવતી એ પરી શ્બ્દો ને દુઆ મા ફેરવતી એ પરી આભ ને પાલવ મા ભરતી એ પરી વરસાદ ની જેમ ભીંજાવતી એ પરી સદા પ્રેમ ના ગીતો ગુનગુનાવતી એ પરી પોતાની ઈચ્છા કામના સાથે લડતી એ પરી ને અચાનક જ એક દિવસ શૂન્ય થઈ જાતી એ પરી હા આ એ જ પરી... પૂ્જા...

મંઝીલે આવી ને ઠોકર ખાઈ ગઈ

મંઝીલે આવી ને ઠોકર ખાઈ ગઈ
 જીંદગી આજે મને સમજાઈ ગઈ 
 દોસ્તી આ દુખ ને મુજ ને નાં ફડી
 યાદ તારી હોંઠ ને મલકાઈ ગઈ
 જીંદગીભર મેં જે સરવા ના દિધા
 એજ આંસૂ થી કબર ભીંજાઈ ગઈ
 એક ચહેરો 'હા' કહી ગ્યો તો મને
 તે દિવસ થી આ કલમ રોકાઈ ગઈ 
 બેવફાઈ તારી તો છાની હતી ભુલ થી
 ગઝલો માં તે કહેવાઈ ગઈ
 બંધ કમરા માં,જે બેસી ને લખી ગામ આખે 
તે ગઝલ ચર્ચાઈ ગઈ 
 માત્ર એકજ પ્રેમ ની ઘૂંટી હતી
 આંસુઓ થી તે ગઝલ ધોવાઈ ગઈ
 માતૃભાષા તેની ગુજરાતી ન'તી તોય
 તેને વેદના સમજાઈ ગઈ
 એક વખતે મેં પ્રણય પર લખ્યું'તું વાંચી ને 
તેને સનમ શરમાઈ ગઈ
 આ તખલ્લુસ જ્યાં મુક્યું "સાહેબ" નું પંડિતો માં 
તે ગઝલ વખણાઈ ગઈ
 © ~ ટેરેન્સ જાની 'સાહેબ'

મને એજ સમજાતું નથી કે,શાને આવું થાય છે !

મને એજ સમજાતું નથી કે, શાને આવું થાય છે !
 ડાળો લીલી છેને ફુલો, કેમ કરમાઈ જાય છે ! 
 એમ તો કેટલાય લોકો, રોજ ભટકાઈ જાય છે,
 તેમ છતાં એક જ ચહેરો, કેમ છુપાઈ જાય છે !
 બધું એમનું એમ ચાલે ને, વરસો વીતી જાય છે,
 તેમ છતાં મારી જ દુનિયા, કેમ બદલાઈ જાય છે!
 સંબંધોને આ દુનિયામાં, ગરજથી જ મપાય છે, 
લાગણીભીના માણસો કેમ, બેવકુફ સમજાય છે ! 
 દુરથી ડુંગરા બધા બહુ, રળિયામણા દેખાય છે, 
પાસે જઈએ ત્યારે કેમ, પથ્થરા થઇ જાય છે ! 
 ઉગતા સુરજને પૂજવા સહુ, કેમ આગળ થાય છે ! 
સાંજ ઢળે ત્યારે શાને, પાછળ હટી જાય છે ! 
 એજ સંબંધો, એજ લોકો, હું પણ એની એજ છું,
 તેમ છતાં એકાએક બધાય, વ્યવહાર બદલાઈ જાય છે ! 
 મને એજ સમજાતું નથી કે, શાને આવું થાય છે ! 
રોજ એજ રસ્તો છતાય, ધબકાર કેમ ચૂકાય છે !
 -હિના ત્રિપાઠી

Monday, February 18, 2013

હાથ એમાં ફક્ત હાથો હોય છે,


હાથ એમાં ફક્ત હાથો હોય છે,
ભૂખનો આકાર ખોબો હોય છે. 

બે જણાંનાં મૌનની સાથે સતત, 
એમનો વાંધો બબડતો હોય છે.

પુખ્તવયનાં કાનથી સાંભળ નહીં,
 શેર મારી મુગ્ધતાનો હોય છે.
                                         
 બે લગોલગ ગોઠવેલી ઈંટથી,
 કેટલી ઘરમાં દીવાલો હોય છે? 

માછલી તો તરફડીને શાંત થઇ,
 જાળમાં જળનો નિસાસો હોય છે

. જે ઇરાદાથી થવાયું પર નહીં,
 એ ઇરાદાનો ઇરાદો હોય છે.

 તું ય અંધારાની છોડી દે ફિકર,
 રાતનો બસ રાતવાસો હોય છે.

 -ગૌરાંગ ઠાકર

Wednesday, February 13, 2013

ઝેરનો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,

ઝેરનો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો.

હું કોઈ નું દિલ નથી, દર્પણ નથી, સપનું નથી,
તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો.

કંઈક વખત એવું બન્યું કે છેક અંતિમ શ્વાસ પર,
મોત ને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.

માછલીએ ભરસભામાં ચીસ પાડીને કહ્યું,
તે મને વીંધી છે, મારી આંખ તું ચૂકીગયો.

એમ કંઈ સ્વપ્નમાં જોયેલો ખજાનો નીકળે?
ભાઈને હું શું કહું, એ મારું ઘર ખોદી ગયો.

જેને માટે મેં ખલીલ, આખી ગઝલ માંડી હતી,
એ જ આખી વાત ફહેવાનું તો હું ભૂલી ગયો.

- Khalil dhantejavi

પાણી ભરે જ્યાં ફૂલ પણ એવું બદન હતું

પાણી ભરે જ્યાં ફૂલ પણ એવું બદન હતું 
કોના વિચારે એમનું હસતું વદન હતું 

જે મેળવી છે દાદ મેં મારા કવન ઉપર 
સાચું કહું તો દોસ્ત એ મારું રુદન હતું 

કેવા સ્થળે ખોવાયો તો હું આ જગત મહી 
ચારે તરફ જ્યાં રણ અને માથે ગગન હતું 
બે હોઠ ના મક્તા સુધી તે તો પહોંચી ગ્યું
તારા લીધે જે આંખ થી વહેતું સ્ખલન હતું

દેતો હતો જયારે ખુદા આ જગ ને દોલતો
“સાહેબ” ના હિસ્સા માં ત્યાં કેવળ સુખન હતું

~ટેરેન્સ જાની

અંતિમ ઈચ્છા માં માંગી લઈશ

અંતિમ ઈચ્છા માં માંગી લઈશ તને


તર્ક એ જ ફાંસી ના માંચડે ચઢવા નો
 

Sunday, January 27, 2013

પથારી છે


તમામ ઝંખના કાગળ ઉપર ઉતારી છે,
ગઝલને વાંચો ન વાંચો સમજ તમારી છે.
કહી દો આંસુને મોટી છલાંગના મારે,
બિચારી આંખની નાની સૂની જ ક્યારી છે.
જ બાન પર હતા સહુના વિરોધનાં વાદળ,
પરંતુ લખતા રહ્યા એજ તો ખુમારી છે.
તું તારા ઘરથી બે કડગલાં ચાલ જે આગળ,
પછી જે આવશે બસએ ગલી અમારી છે.
કદાચ મારી ગઝલમાં બહુ કચાશ હશે,
ઘણાની નબળી ગઝલને અમે મઠારી છે.
મુશાયરો હવે તો ચંદ્ર પર ભલે કરીએ,
તમામની અમે દરખાસ્તને વિચારી છે.
ભલે અમી રહશે કે ગરીબ માણસ પણ,
બધાના ઘરમાં જરૂર જોગી તો પથારી છે.
 નીલેશ પટેલ

જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે


જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે.
જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપના રંગ જોવાને માટે
બધાની નજરએ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
કમલ જેવાં કરમાંએ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મીઓ મનની મનમાં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી
મને અવનવી પ્રેરણા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
છે લાલીમાં જે લચકતી લલીતા
ગતી એવી જાણે સરકતી સરીતા
કલાથી વિભુષીત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભાની ઝલક દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
ન સુરમો, ન કાજલ, ન પાવડર ન લાલી
છતાંય એની રંગત છે સૌ માં નિરાલી
બધી ફેશનેબલ સખીઓની વચ્ચે
છે સાદાઇમાં એની જાહોજલાલી
શું ખાદીની સાડી મજા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
સરળથીય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની દશા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
ભલા કોણ જાણે કે કોને રિઝવવા
અને કોના દિલની કળીને ખિલવવા
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય તેવી કલા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
કોઇ કહે છે જાય છે ચિત્રો ચિતરવા
કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા
કોઇ કેમ સમજે આ બાબતને આસીમ
અધુરાં પ્રણયપાઠને પુર્ણ કરવા
એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે.
-આસિમ રાંદેરી

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.


માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.
વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.
જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.
રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો
એ મુજને રડતો જોઇને ખુદપણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.
ઉંચકી રહ્યો ગઝલની ઇમારત નાભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો
છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારોય હાથ આજ તો સુંદર બની ગયો.
આદિલના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇકાલનો આ છોકરો શાયર બની ગયો.
- આદિલમન્સૂરી
thank you