Blogger Widgets
Showing posts with label GUJRAT. Show all posts
Showing posts with label GUJRAT. Show all posts

Friday, May 17, 2013

ટીપામાં કૈક સાગર શોધું,


ટીપામાં કૈક સાગર શોધું,
 ફરેબમાં કૈક ઈમાન શોધું;
નૈણ જખ્મ કાજે ન પીએ,
મૈખાને એવો આશિક શોધું;
નામ તારું  લખ્યું ન હોય,
તેવા કાગળે રક્તકણ શોધું,
સુખના આંસુ તો જોયા ઘણા,
વેદનાના આંસુઓમાં સુખ શોધું;
વિશ્વાસ સમા નક્કર બંધનમાં,
પડી ક્યાં એ તિરાડ શોધું.
-દક્ષેશ પ્રજાપતિ  

Wednesday, May 8, 2013

આદિલ મન્સૂરી

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?
તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?
------આદિલ મન્સૂરી

Saturday, May 4, 2013

નીંદર કોઈ તોડસો નઈ યારો


નીંદર કોઈ તોડસો નઈ યારો,
સપનામાય ઇંતજાર છે મને;
સપનું ,સપનું નહોતું રાખવું,
તુજથી તુંટ્યું ખબર છે મને;
રાતમાં હવે ખ્વાબ નું શું ?
કાયમની કસ્મકસ છે મને;
વિચારોમાં જુગ્નુંની જેમ આવે,
સ્પર્સ મહેસુસ થયો છે મને;
અફસોસ દુઃખી હતો ખ્વાબમાં;
તોય એજ જગાએ ખુસી છે મને;
મહેફીલો ગમવા લાગી છે મને,
ખ્વાબમાં પ્યાલી પીવડાવાઇ છે મને;
-દક્ષેશ પ્રજાપતિ
 

નયન બારણે મોતી



હૃદય,હૃદય પારખ
તાં પામ્યું;

તો નયન બારણે મોતી ટમ ટમ્યું

પહેલુંમાં મોડો પડ્યો ડરથી,
પછી દિલ પર નવું જખમ ખમ્યું;
કારણ વગરનું કારણ ટોપીવાળાનું,
તોય કેમ એને આખું ટોળું નમ્યું;
એવું તો થોડું કે ગુલામી કરવી,
હું ના બદલાયો એમને ના ગમ્યું;
પ્રકૃતીય સહન નઈ કરે જો ,
વ્હેમ    કે ધુમાડે ધમ ધમ્યું;
નફાખોટનો ફેર કર શેરબજારની પેઠ,
જીવન ક્યાય ગયું ને ક્યાય થમ્યું;
કોઈની મૈયતમાં રડવાય કોઈ નહિ,
કોઈની ઉજાણીમાં આખું ગામ જમ્યું,
ખુલી આંખે જોયું,મેળ્યું,ખોયું લકીર છે,
પ્રભુ તારી આ કળાએ જ જગ ભમ્યું ..

-દક્ષેશ પ્રજાપતિ
 

Wednesday, March 20, 2013

અમારી યાદમાં પણ એમને તો ફરિયાદો જ સંભળાય છે,

અમારી યાદમાં પણ એમને તો ફરિયાદો જ સંભળાય છે, 
રહ્યો ખામોશ હું બસ એટલે જ કે મારા શબ્દો અથડાય છે; 
ફરિયાદ એમણે એ કરી કે હું કદી કંઈ સમજ્યો નથી, 
કેમનું સમજાવવું કે આ દિલ, અન્યોથી ક્યાં હરખાય છે. 
જનક

Monday, March 18, 2013

નિરાધાર આંસુ નયનમાં મળે ના,

નિરાધાર આંસુ નયનમાં મળે ના,
તિરાડો અમસ્તી હૃદયમાં પડે ના. 
હશે કોઈ કારણ મજાનું નહીંતર 
ઉદાસી સરેઆમ ટોળે વળે ના. 
ગયો હાથમાંથી સરી તીર માફક,
 સમય કોઈ કાળેય પાછો ફરે ના. 
અરે, કોઈ રોકો હઠીલા સ્મરણને, 
જુઓ દર્દ પાછું ફરી સળવળે ના.
 હૃદય સાંભરે છે હજુ એજ પગરવ,
 નયન આગમનને ભલે સાંભળે ના. 
જુઓ સ્વપ્ન ‘ચાતક’ હવે બંધ આંખે
 રખે કોઈ આવીને એને છળે ના. 
  - દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

Saturday, March 16, 2013

એકલો છુ પણ એકલતા નથીં,

એકલો  છુ પણ એકલતા નથીં,
ફરી આજ તારી તસવીર જોઈ;

આ  દી  નુ કારણ હું પોતે નથી,
મુજ હ્યદયમાં લાગણી તો હોઈ! 

તારા આંખમાં આંસુ શોભતા નથી, 
નાટક કરે છે મારી ઠાઠડી પર રોઈ;

 ગડીક સુંસવાટો  તું,  કંઇ આંધી નથી,
 ઈશ્વરને યાદ કરજે જવાની આ ખોઈ;

 બહેરૂપીયું છે ,કોઈ દિલબર નથી,
 રુપથી   એના  છેતરાઇ છેં તોઈ;

 હકીકતથી ડર,કહ્યુ તને કંઇ કમ નથી , 
વિચાર નહિ આવે,તને ચિતા પર સોઇ.

Friday, March 15, 2013

હશે મારી દશા કેવી તને સમજાય છે

હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી,
હવે પીધા પછી પણ મારું દિલ ગભરાય છે સાકી;

સુરા પીતા જે મારાથી કંઈક  ઢોળાય છે સાકી,
મને એમાં હજારોની તરસ દેખાય સાકી ;

અસર આવી ન'તી જોઈ મેં વર્ષોની ઇબાદતમાં,
ફકત  બે જામમાં તરત જ જીવન  બદલાય છે સાકી; 

"મરીઝ" આવા નશામાં પણ ઉગાડી આંખ  રાખે છે,
ખબર કોને કે  એની આંખ ક્યાં મીચાય છે સાકી.

-----"મરીઝ"---
mariz sir

Saturday, March 9, 2013

ગઝલ

દ્વાર હું બંધ ક્યાં સુધી રાખું ? 
જાત થી જંગ ક્યાં સુધી રાખું ? 
આવ થોડી ભરી લે શ્વાસોમાં , 
ગંધ અકબંધ ક્યાં સુધી રાખું ! 
રોજ પહેરીને સ્વપ્ન વરસાદી , 
ભીંજ્તું અંગ ક્યાં સુધી રાખું ! 
ખુબ ગમે છે વખાણ મારા પણ , 
આયનો અંધ ક્યાં સુધી રાખું ? 
શુષ્ક ખાલી હથેળી પર ચિતરી, 
ભ્રમ હું જીવંત ક્યાં સુધી રાખું? 
------પીયૂષ પરમાર .

શુ કરુ.. હું

શુ કરુ.. હું, ક્યથી ઉકેલુ.. કેવો આ સંબધ છે ?
તું લખે છે બ્રેઇલ માં, અને હાથ મારો અંધ છે !!

Friday, March 8, 2013

ત્યારથી હર્ષ ભીતર બહાર થઇ રહ્યો છે ,

ત્યારથી હર્ષ ભીતર બહાર થઇ રહ્યો છે ,
જ્યારથી સ્પર્શ તારી હથેળીનો થયો છે .
પીયૂષ પરમાર .

Thursday, March 7, 2013

શૂન્ય પાલનપુરી


” ઇશ્વર સ્વરુપે જેને જગત ઓળખી રહ્યું,   એ ‘શૂન્ય’ની પિછાણ હતી, કોણ માનશે? “  -’શૂન્ય’ ના અવશેષ                                                      નામ  અલીખાન બલોચ ઉપનામ  ‘શૂન્ય’ , ‘રૂમાની’ , ‘અઝલ’ જન્મ  19, ડીસેમ્બર -1922;  લીલાપુર, અમદાવાદ   અવસાન  17, માર્ચ -  1987;  પાલનપુર માતા  નનીબીબી પિતા  ઉસ્માનખાન ભાઇ બહેન  ભાઇ – ફતેહખાન લગ્ન  ઝુબેદા સંતાનો  પુત્ર – તસમીન, ઝહીર ; પુત્રી- કમર, પરવેઝ અભ્યાસ  1938- મેટ્રીક – પાલનપુર 1940- બહાઉદ્દીન કોલેજ – જુનાગઢ માં અભ્યાસ અધૂરો મૂક્યો વ્યવસાય  1940- પાજોદ દરબાર- ‘રૂસવાના’ અંગત મંત્રી 1945-54 – અમીરબાઇ મિડલસ્કૂલ – પાલનપુર માં શિક્ષક 1957-60 નોકરી છૂટી, અમદાવાદ અને પાટણમાં નિવાસ પાટણમાં ‘ગીત ગઝલ ‘ માસિકનું પ્રકાશન 1962- મુંબાઇ સમાચારમાં નોકરી મૃત્યુ સુધી. પ્રદાન  કવિતા સંગ્રહ – ગુજરાતી -6, ઉર્દૂ -1, અનુવાદ- 1 મુખ્ય કૃતિઓ  ગઝલ – ગુજરાતી – શૂન્યનું સર્જન, શૂન્યનું વિસર્જન, શૂન્યના અવશેષ, શૂન્યનો દરબાર ગઝલ – ઉર્દૂ – દાસ્તાને ઝિંદગી અનુવાદ – ખૈયામ જીવન   1925 – ત્રણ વર્ષની વયે પિતાનું અવસાન, માતા સાથે પાલનૌર મોસાળમાં ઊછર્યા 1940 – રૂસવા’ના સંપર્કમાં આવ્યા 1940 – ‘રૂસવા’ હાજરીમાં ગુજરાતીમાં ગઝલ કરવાની શરૂઆત , મિત્ર અમૃત ઘાયલે ‘શૂન્ય’ ઉપનામ સૂચવ્યું.
પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.
સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.
મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.
અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.
તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

શૂન્ય પાલનપુરી


Tuesday, March 5, 2013

ગઝલ ** સનમ ને સવાલ **

તું યાર ક્યાં ? દુશ્મન કયો ? જાણું નહી 
આ દિલ ધડકતું જાય ક્યાં ? જાણું નહી 

આવે ધરી આ દુશ્મનો તારી શકલ ;
યા આંખ આ અંધી બની ? જાણું નહી

છે હાથ તો લાંબો કર્યો , દોરાઉ છું :
છે દોરનારું કોણ આ જાણું નહિ !

છે તો ચમન તારો રચેલો તહે ખુદે !
ચૂં ટુ ગુલો યા ખાર આ ? જાણું નહી:

જાદુ ભરી બુલબુલ બજાવે વાંસળી :
તેની જબા માં કોણ છે ? જાણું નહી - કલાપી

Thursday, February 21, 2013

જીંદગી જીવવાની હિમ્મત કરીતી, એ તારા સાથનો દમ હતો;


જીંદગી જીવવાની હિમ્મત કરીતી, 

એ તારા સાથનો દમ હતો; 

રઙતા આંસુય પઙવા ના દીઘુ,
તારી યાદો સાચવવી એ પ્રણ હતો; 

ઈશ્વર ને ખબર છે દર્દ મારુ,
આ વરસાદમાય એજ ગમ હતો;


સ્વાભીમાન અને અહંમ વચ્ચેનો ભેદ ના જાણ્યો આપણે, 
આ  જ  વાતનો  હજીય  મને  રંજ  હતો; 

અંતર  વઘી  ગયુ  કેમ  વચ્ચે  આપણી? 
સમજ્યા  નહી  ખુંચ્યો  તે  કણ  વ્હેમ  હતોં;

યાદ  રહ્યુ  હોય  જો  તમને ,

તરન્નુમ માહોલ હતો,તારોને મારો સાથ હતો;
ગઝલ જો વાંચશો તો સમજાઈ જશે;

દરેક અક્ષરનો સહારો 'દક્ષેશ'નો પ્રેમ હતો. 

જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે,બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે.

જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે,
બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે.
દર્દ જે દીધું તમે પાછું તમે લઈ શકશો,
 એ હજી સાવ સલામત છે અમારી પાસે.
 આપ ચિંતા ન કરો, આપ ન બદનામ થશો,
 કે બધા ભેદ અનામત છે અમારી પાસે.
 કોઈ સમજી ન શકે એમ બધું કહી દઈએ,
 કંઈક એવીય કરામત છે અમારી પાસે.
 પ્રેમ વહેવાર નથી એમાં દલીલો ન કરો,
 કે દલીલિ તો અકારત છે અમારી પાસે.
 રાહ ક્યાં જોઈએ આગામી કયામતની ‘મરીઝ’?
 એક અમારીય કયામત છે અમારી પાસે. 
--મરીઝ

માનજો પ્રેમની એ વાત નથી,

માનજો પ્રેમની એ વાત નથી,
 એ જો થોડીક વાહિયાત નથી.
 આહ! કુદરતની અલ્પ સુંદરતા!
 પૂરેપૂરો દિવસ પ્રભાત નથી.
 હું તો કેદી છું ખુદના બંધનનો,
 બહારનો કોઈ ચોકિયાત નથી.
 તેથી તો પુનર્જન્મમાં માનું છું
 આ વખતની હયાત-હયાત નથી.
 કયાંથી દર્શન હો આખા માનવનું,
 આખો ઈશ્વર સાક્ષાત નથી.
 અન્ય અંધારા પણ જીવનમાં છે,
 એક કેવળ વિરહની રાત નથી.
 આખી દુનિયાને લઈને ડૂબું છું.
 આ ફ્કત મારો આપધાત નથી.
 આમ દુનિયા વિના નહીં ચાલે,
 આમ દુનિયાની વિસાત નથી. 
વાત એ શું કહે છે એ જોશું હજી હમણાં
 તો કંઈ જ વાત નથી ભેદ મારા છે – 
તે કરું છું સ્પષ્ટ, એમાં કોઈ તમારી વાત નથી.
મારું સારું બધું સહજ છે ‘મરીઝ’,
 કેળવેલી આ લાયકાત નથી. 
- મરીઝ

જાત સાથે ગુફ્તગૂ કરવી હતી,

જાત સાથે ગુફ્તગૂ કરવી હતી,
એક સુંદર શાયરી કરવી હતી. 
એટલે તો મનભરી ચાહ્યો તને, 
કાળજાની કાળજી કરવી હતી.
 પ્રેમના કારણ કદી પૂછો નહીં, 
જિંદગીભર બંદગી કરવી હતી. 
છીપમાં દરિયો ભરી તમને ધરું,
 યાદને મારે પરત કરવી હતી.
 ડૂબતા આ સૂર્યને રોકો જરી, 
સાંજને વાતો હજી કરવી હતી.
 -- -- દિવ્યા મોદી

Tuesday, February 19, 2013

હજાર વાત કરે

હજાર વાત કરે આંખ, હોઠ કંઇ ન કહે, આ એક પ્રકારની નિષ્ઠુરતા છે, લાજ નથી. - મરીઝ

આમ જો કહેવા હું બેસું તો

આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે; આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે. - ભગવતીકુમાર શર્મા

Monday, February 18, 2013

હાથ એમાં ફક્ત હાથો હોય છે,


હાથ એમાં ફક્ત હાથો હોય છે,
ભૂખનો આકાર ખોબો હોય છે. 

બે જણાંનાં મૌનની સાથે સતત, 
એમનો વાંધો બબડતો હોય છે.

પુખ્તવયનાં કાનથી સાંભળ નહીં,
 શેર મારી મુગ્ધતાનો હોય છે.
                                         
 બે લગોલગ ગોઠવેલી ઈંટથી,
 કેટલી ઘરમાં દીવાલો હોય છે? 

માછલી તો તરફડીને શાંત થઇ,
 જાળમાં જળનો નિસાસો હોય છે

. જે ઇરાદાથી થવાયું પર નહીં,
 એ ઇરાદાનો ઇરાદો હોય છે.

 તું ય અંધારાની છોડી દે ફિકર,
 રાતનો બસ રાતવાસો હોય છે.

 -ગૌરાંગ ઠાકર
thank you