Blogger Widgets

Saturday, December 22, 2012

થઇ ગઇ


બસ આજ ખુદા સાથે મુલાકાત થઇ ગઇ,
દુનિયામાં વિષયોપર વાત થઇ ગઇ…
દુનિયામાં સઘળા પ્રશ્નોનો હલ માંગ્યો એની પાસે,
જવાબ સાંભળીને એની આંખો નીચી થઇ ગઇ…
બસ આજ…
વાત કરવાનો અવસર થોડો મળ્યોને,
લાગ્યું એવું એના નામની જાણે માળા થઇ ગઇ…
બસ આજ…
‘કવન’ની રચનામાં વસે છે તું ખુદા?
‘
હા’માં જવાબ સાંભળી આંસુની ધાર થઇ ગઇ…
બસ આજ…
અંતે આવજો કહીને ચાલ્યા એ જન્નત તરફ,
જતાં એમને જોઇને જાણે વાત અધૂરી રહી ગઇ… બસ આજ…
-કવન આચાર્ય

No comments:

Post a Comment

thank you