Blogger Widgets

Thursday, January 3, 2013

આખો દિવસ સાથે હતો, સાંજે શમી ગયો


આખો દિવસ સાથે હતો, સાંજે શમી ગયો,
સૂરજને મારો પડછાયો કેવો ગમી ગયો !
ખાલીપણું તો એકલાથીના થયું સહન,
પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો.
એવું કિનારાને થયું શું, નાખબર પડી,
મોજાંની વાતો સાંભળીને સમસમી ગયો.
આ ‘આપ-લે’માં થઈ જતા ખરબચડા હાથમાં,
ખણકાટ પાંચીકાનો ક્યારે આથમી ગયો?
શેરીમાં રમતા છોકરાની જેમ કાફિયો,
કાગળ ઉપર આવી અનાયા સેરમી ગયો.
-અંકિત ત્રિવેદી

No comments:

Post a Comment

thank you